એક દરવાજો દોઢ ફૂટ ખોલી 1147 ક્યુસેક પાણી જવા દેવાશે : હેઠવાસના 21 ગામોને સાવચેત કરાયામોરબી : મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા બદલવાની કામગીરી કરવાની હોવાથી આવતીકાલે બુધવારે બપોરના 4 વાગ્યેથી મચ્છુ-2 ડેમને ખાલી કરવા માટે 2 દરવાજા બે ફૂટ ખોલવામાં આવશે. આ પાણી મચ્છુ-3માં પહોંચશે એટલે મચ્છુ-3 ડેમનો એક દરવાજો પણ દોઢ ફૂટ જેટલો ખોલી 1147 ક્યુસેક પાણી જવા દેવામાં આવશે.મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 સિચાઇ યોજનાની ઉપરવાસમાંઆવેલ મચ્છુ-2 ડેમમાંથી પાણીની આવક ચાલુ થવાની હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થયેલ છે. તો સિચાઇ યોજનાના નિચાણવાસમાં આવતા ગામો જેવા કે મોરબી તાલુકાના (૧) ગોર ખીજડીયા (૨) વનાળીયા (૩) માનસર (૪) નારણકા (૫) નવા સાદુળકા (૬) જુના સાહળકા (૭) રવાપર (નદી) (૮) ગુંગણ (૯) જુના નાગડાવાસ (૧૦) નવા નાગડાવાસ (૧૧) અમરનગર (૧૨) બહાદુરગઢ (૧૩) સોખડા અને માળિયા(મી) તાલુકાના ગામો (૧) દેરાળા (૨) મેઘપર (૩) નવાગામ (૪) શણગપુર (૫) વિરવદરકા (૬) માળિયા (મી) (૭) હરીપર (૮) ફતેપરને તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટમા અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.