10 અને 11 એપ્રિલે વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાશે ટંકારા : ટંકારાથી ઉગમણી બાજુ અમરાપર રોડ પર 900 વર્ષથી આસુન્દ્રા નદીના કિનારે કુદરતી વાતાવરણ વચ્ચે આવેલ સુરાપુરા દાદાના સાનિધ્યમાં આગામી 10 એપ્રિલ અને 11 એપ્રિલ બે દિવસ અનેક વિધિ ધાર્મિક કાર્યક્રમનું આયોજન બાબરીયા પરીવાર (ચુંવાળીયા કોળી) દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતભરમાંથી હજારો ભાવિકો ટંકારા પધારશે.10 તારીખે સવારે 8 વાગ્યે ટંકારા ગામથી સુરાપુરા દાદાના સાનિધ્ય સુધી ધ્વજાજીનું સામૈયું અને સમસ્ત ભુવાના સામૈયા યોજાશે. ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરાયું છે. ત્યારબાદ પૂજા અર્ચના આરતી કરી બપોરે 3 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ડાક ડમરૂનો કાર્યક્રમ યોજાશે. જેમાં ખ્યાતનામ રાવળદેવ ભરત કુઢીયા ટીમ સાથે ઉપસ્થિત રહેશે. ઉપરાંત ગુરૂ ભુવા મેરામભાઈ માંડવીયા, બાબરીયા પરીવારના થાપાના ભુવાઓ, પંચના ભુવાઓ હાજરી આપશે. બારોટ બુદ્ધિસાગર ખડેરાવ (ભાણા) અને બારોટ જયદીપ રાજેશભાઈ હાજર રહેશે.તારીખ 11 એપ્રિલ ને શુક્રવારે સવારે 7 વાગ્યે મહા યજ્ઞોત્સવ શાસ્ત્રીના વૈદિક મંત્રોચ્ચાર સાથે થશે. બપોરે 12:30 વાગ્યે બિડુ હોમવામાં આવશે. ત્યારબાદ ગુજરાતના ખ્યાતનામ કલાકાર સાગરદાન ગઢવી અને ગોવિંદભાઈ ગઢવી ધાવડી સાઉન્ડના સથવારે રાસ ગરબાની રમઝટ બોલાવશે.આ ધાર્મિક બે દિવસીય ટંકારા સુરાપુરાધામ ખાતેના કાર્યક્રમમાં પધારવા સમસ્ત બાબરીયા પરિવારે સુરાપુરાધામ આસુન્દ્રા નદીના કિનારે અમરાપર રોડ, ટંકારા ખાતે તમામ જાહેર જનતાને હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. વધુ માહિતી માટે સંદિપભાઈ (8530311309), કાનજીભાઈ (9974700583), કાળુભાઈ (9974536653), અજયભાઈ (8849033244), લખનભાઈ (9879968281), અજયભાઈ (8460846059) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.