યાર્ડમાં માર્ચ એન્ડિંગનું વેકેશન ખુલતા જ ખેડૂતોએ જણસી વેચવા લાઈનો લગાવી : દસ કિલોમીટર સુધી વાહનોની લાઈનોમોરબી : જો તમે રાજકોટથી મોરબી આવી રહ્યા હોય તો વાહન જાળવીને ચાલવજો, રાજકોટ યાર્ડમાં માર્ચ એન્ડિંગનું વેકેશન ખુલતા જ ખેડૂતોએ પોતાની જણસો વેચવા વાહનોની લાઈનો લગાવી છે. છેક કાગદડી સુધી રોડની એકતરફ વાહનોની લાઇન પહોંચી છે.મોરબી અપડેટના જાગૃત વાચકે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ - મોરબી હાઇવે ઉપર બેડી યાર્ડથી કાગદડી સુધી વાહનોના થપ્પા લાગ્યા છે. આ અંગે રાજકોટ યાર્ડમાંથી મળતા અહેવાલ મુજબ હાલમાં યાર્ડમાં તા.26 માર્ચથી 31 માર્ચ સુધી નાણાકીય વર્ષના અંત ભાગમાં હિસાબી માટે વેકેશન જાહેર કરાયું હોય અને આવતીકાલે તા.1ના રોજ વેકેશન પૂર્ણ થતાં યાર્ડ શરૂ થઈ રહ્યું હોવાથી ખેડૂતોએ ઘઉં સહિતની જણસો વેચાણ આવી રહ્યા હોય આ સ્થિતિ નિર્માણ થઈ છે. જો કે, આવતીકાલથી સ્થિતિ રાબેતા મુજબ થઈ જશે. નોંધનીય છે કે, ગઈકાલે રવિવારથી જ ખેડૂતો પોતાના વાહનો લઈ યાર્ડમાં પહોંચી ગયા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે.