મોરબીની જુમ્મા મસ્જિદેથી જુલુસ નીકળ્યું(મહમદશા શાહમદાર દ્વારા) : હર સાલ મુજબ આ સાલ પણ મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ અદાહાની બહુ જ શાનો શોકતથી ઉજવણી કરી હતી. આજે તારીખ 31 માર્ચ ને સોમવારના રોજ ઈદ ઉલ ફીત્ર નિમિત્તે મોરબીની બારે બાર મસ્જિદોમાં તમામ મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી અને તમામ બારેબાર મસ્જિદોમાં નમાઝ પઢવા માટે અલગ અલગ સમય રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ મસ્જિદમાં જઈને ઈદની નમાઝ અદા કરી અલ્લાહની તાઆલની બારગાહે મુકદસમાં પોતાના ઈમાનનું સબૂત પેસ કર્યું હતું.મોરબીની જુમ્મા મસ્જિદેથી મોરબી સુન્ની મુસ્લિમ સમાજના શહેર ખતિબ રસીદમીયા બાપુની સર પરસ્તીમાં શાનદાર જુલુસ શહેરના મુખ્ય માર્ગ ગ્રીનચોક નહેરૂગેઇટ સરદાર રોડ થઈ જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી ઇદગાહે પહોંચ્યું હતું. જેમાં શહેર ખતિબ રસીદમીયા બાપુએ ઈદ ઉલ ફીત્રની નમાઝ અદા કરાવી હતી. જેમાં મોરબી શહેર અને આજુબાજુના ગામડાઓમાંથી હજારો મુસ્લિમ બિરાદારોએ ઈદગાહે નમાજ અદા કરી એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી. તેમજ શહેર ખતિબ રસીદમીયા બાપુએ ઇદના મુબારક મોકા ઉપર આપણા ભારત દેશમાં અમન ચેન અને ભાઈચારો કાયમ જળવાઈ રહે તે માટે અલ્લાહ પાકની બહારગામાં ખાસ દુઆએ ખેર કરી તમામને ઈદની મુબારકબાદી પાઠવી હતી. ત્યારબાદ ઈદગાહે થી જુલુસ ખાટકીવાસ પાસે આવેલ હૈદરી મસ્જિદે સમાપન થયું હતું. આ જુલુસમાં પણ હજારોની મેદની ઉમટી પડી હતી. જુલુસ દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી જિલ્લા પોલીસે સુંદર બંદોબસ્ત ગોઠવી આ તહેવારને કામયાબ બનાવ્યો હતો.