મોરબી : મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતાં વિદ્યાર્છી રાહુલ લખમણભાઈ ચાવડાએ જવાહર નવોદય વિદ્યાલય દ્વારા લેવાયેલી પરીક્ષા પાસ કરી છે. રાહુલ ચાવડાએ આ પરીક્ષા શાળા દ્વારા કરાવવામાં આવેલી તૈયારીથી જ પાસ કરી છે. આમ રાહુલ ચાવડાએ આ પરીક્ષા પાસ કરીને ગોર ખીજડીયા પ્રાથમિક શાળા તેમજ સમસ્ત ગોર ખીજડીયા ગામનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા રાહુલ ચાવડાને અભિનંદન પાઠવાયા છે.