મોરબી : ગાયત્રી પરિવાર ટ્રસ્ટ મોરબી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ તા. 6-4-2025 ને રવિવારના રોજ રામનવમીના દિવસે સવારે 8 થી 12 કલાક દરમ્યાન શ્રી ગાયત્રી પ્રેરણા મંદિર વાઘપરા શેરી નં. 14, મોરબી ખાતે 24 કુંડી શ્રી ગાયત્રી મહાયજ્ઞ તથા શ્રી રામ જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સર્વે ભક્તજનોને દર્શન કરવા પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ ગાયત્રી મહાયજ્ઞમાં બેસવા ઇચ્છુક ભક્તજનોએ મંદિર ખાતે પૂજારીનો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.