મોરબી : મોરબીના સેવાભાવી વૈદ્યરાજ કિશોરભાઈ વાણંદ દ્વારા તેમના માતૃશ્રી જયાબેન મુળજીભાઈ દશાડિયાના સ્મરણાર્થે તા. 3 એપ્રિલથી 17 એપ્રિલ દરમ્યાન સવારે 8 થી 10 કલાક દરમ્યાન વિજય હેર ડ્રેસર ચકીયા હનુમાનજીના મંદિર સામે રાવાપર રોડ મોરબી ખાતે આરોગ્યવર્ધક લીમડાના કોલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. જે ડાયાબિટીસ, બીપી, ચામડીના રોગ, પેશાબના રોગ, કિડની, હૃદય માટે રામબાણ ઈલાજ હોય ત્યારે જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે.