હળવદ : આજ રોજ તા. 31-3-2025ને સોમવારના રોજ છોટા કાશી હળવદ સેવા ગૃપ દ્વારા જરૂરિયાતમંદ દીકરીઓને કરિયાવર સેટ અર્પણ કરવામાં આવ્યો હતો. જેમાં દીકરીના લગ્ન નજીક હતા અને માતા પિતા પાસે દીકરીને કરિયાવર કરી આપવા માટે કઈ હતુ નહીં ત્યારે માતા, પિતા ઉપર આફત આવી પડી હતી. આ વાતની જાણ છોટા કાશી હળવદ સેવા ગૃપને થતા તાત્કાલિક ધોરણે પ્રથમ તો તપાસ કરી પરિવાર યોગ્ય છે કે કેમ આ બધું તપાસ કર્યા બાદ છોટા કાશી હળવદ સેવા ગૃપ દ્વારા દાતાઓના સહયોગથી આજે દીકરીને કરિયાવર સેટ અર્પણ કરવામાં આવ્યો હતો. જેમાં દાતા સ્વ.જગજીવનદાસ દેવજીભાઈ પટેલના સ્મરણાર્થે હસ્તે.લીલાધરભાઈ જગજીવનદાસ પટેલ તરફથી તમામ ફર્નિચર, હોટલ અતિથિ, નિકુંજભાઈ કણજારીયા, સુચીબેન પટેલ, સહદેવભાઈ વિનોદભાઈ (ગામ કેદારીયા) તરફથી વાસણ તથા અન્ય ચીજ વસ્તુઓ, આકાશભાઈ વિંધાણી તરફથી સ્ટીલનો ઘોડો, મેહુલ ટેલિકોમ સરા જેમના તરફથી ઇલેક્ટ્રિક સગડી, ડાયમંડ વોચ કુ. તરફથી ઘડિયાળ તેમજ સ્વ. નિશાબેન હિતેશગીરી ગોસાઈ, અનડકટ પ્રભાબેન, અશ્વિનભાઈ ભરાડા વાળા, સ્વ ધીરૂભાઈ પથુભાઈ લીંબોલા હસ્તે લઘુભાઈ પથુભાઈ લીંબોલા, ઈસ્ત્રી ચંદુભાઈ ખાડલા, સંજયભાઈ મલ, મહાકાલ ભરોસે, ચાવડા અક્ષયભાઈ ભાણો નવા વેગડવાવ, મુકેશભાઈ કુરિયા, અલ્લાહ ભરોસે, અને દીપકભાઈ જોશી વગેરે તરફથી અનુદાન પ્રાપ્ત થયું છે. ત્યારે છોટાકાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.