માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) તાલુકાના સરવડ ગામે આગામી તારીખ 4 થી 6 એપ્રિલ ત્રણ દિવસીય રામજી મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે.સમસ્ત સરવડ ગામ દ્વારા રામજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ નવનિર્મિત રામચંદ્રજી ભગવાનના મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખ 4 થી 6 એપ્રિલ સુધી યોજાનાર છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય આચાર્ય પદે શોલા ભાગવત વિદ્યાપીઠ તથા જામનગર પાઠશાળાના શાસ્ત્રી કપિલભાઈ મહેતા બિરાજશે. 4 એપ્રિલના રોજ સવારથી ગણપતિ પૂજન, સ્વસ્તિ પુણ્યા વાચન, માતૃકા પૂજન, આયુષ્ય મંત્ર, વૈશ્વ દેવ સંકલ્પ, જલયાત્રા, સ્થાપિત દેવી-દેવતાની પૂજા, ગૃહ સ્થાપન, અગ્નિ સ્થાપન, ગૃહ શાંતિ યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે. 5 એપ્રિલે પણ વિવિધ કાર્યક્રમો યોજાશે. 6 એપ્રિલના રોજ બપોરે 12-02 વાગ્યે રામચંદ્રજી ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થશે અને બપોરે 4-30 કલાકે ધર્મસભાનું આયોજન કરાયું છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વિવિધ સંતો-મહંતો અને મહેમાનો પધારશે.