મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા તારીખ 3 એપ્રિલના રોજ સવારે 9 કલાકે શ્રમદાન ફોર મોરબી અભિયાન અન્વયે મોરબીના ઉમા ટાઉનશિપ મેઈન રોડ ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ સફાઈ ઝુંબેશ અભિયાનમાં શહેરની સામાજિક, ધાર્મિક તથા બિન સહકારી સંસ્થાઓ તેમજ નગરજનોને જોડાવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.