મોરબી : ઔદિચ્ય વિદ્યોતેજક મંડળની સામાન્ય સભા દવે પંચોલી વિદ્યાર્થી ભવન ખાતે મળેલ હતી. જેમાં આગામી કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે વર્તમાન પ્રમુખ ભુપતભાઈ પંડ્યાને પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી. સાથે ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ ભટ્ટ અને સેક્રેટરી તરીકે કાંતિભાઇ ઠાકરની નિયુક્તિ કરવામાં આવેલ હતી. આ સાથે વધુ 3 વ્યક્તિઓ ડો.રવિન્દ્રભાઈ ભટ્ટ, અનિલભાઈ વ્યાસ અને નરેન્દ્રભાઈ મેહતાનો ટ્રસ્ટી મંડળમાં પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તકે કાંતિભાઈ ઠાકર દ્વારા અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો અને સમગ્ર માહિતી પુરી પાડવામાં આવી હતી.