30 માર્ચ 7 એપ્રિલ સુધી કથાનું આયોજન, કથા સવારે 9 થી 12 અને બપોરે 3-30 થી 5-30 વાગ્યા સુધી ચાલશેવાંકાનેર : શહેરના વીશીપરા ખાતે શ્રી મહેશ્વર મહાદેવના સાનિધ્યમાં મુખ્ય યજમાન દાતા પઢિયાર પરિવાર તેમજ કેસરીયા ગ્રુપ દ્વારા શ્રી શિવ મહાપુરાણ નવાહ્ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તારીખ 30 માર્ચથી આ કથાનો પ્રારંભ થયો છે. જેમાં કથાકાર શિવપુરવાળા શાસ્ત્રીજી જગદીશબાપુ (બાબાસાગર) વ્યાસપીઠ પર બીરાજી રસપ્રદ શૈલીમાં સંગીતના સપ્તસુરો સંગ કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે.શ્રી શિવ મહાપુરાણ નવાહ પારાયણ જ્ઞાનયજ્ઞનો આજે 30 માર્ચ ને રવિવારે શુભારંભ થયો હતો અને ભવ્ય વાજતે ગાજેતે પોથીયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને પોથીજીનો લાભ લીધો હતો. પોથીયાત્રા સભા સ્થળે પહોંચ્યા બાદ પોથી પૂજન અને યજમાનો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. ત્યાર બાદ કથા પ્રારંભ કરવામાં આવ્યો હતો.શિવ મહાપુરાણ નવાહ પારાયણ જ્ઞાનયજ્ઞ દરમ્યાન વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. જેમાં 30 માર્ચ ને રવિવારના રોજ મંગલાચરણ ગ્રંથ મહિમા વિશે વિસ્તૃત કથા કહેશે. તેમજ તા. 31 માર્ચના રોજ જયોતિર્લિંગ પ્રાગટય, 2 એપ્રિલ ને બુધવારના રોજ સાંજે 5 કલાકે પાર્વતીજી પ્રાગટય, 3 એપ્રિલના રોજ સાંજે 5 વાગ્યે શિવ પાર્વતી વિવાહ યોજાશે. 5 એપ્રિલના રોજ બાર જયોર્તિલિંગ પૂજા કરાશે તેમજ 6 એપ્રિલના રોજ ત્રિદેવી પૂજન કરાશે તથા 7 એપ્રિલના રોજ સાંજે 5 વાગ્યે કથા વિરામ થશે. તો આ પાવનકારી શિવપીઠ પર શિવપુરવાળા શાસ્ત્રીજી જગદીશબાપુ (બાબાસાગર) બીરાજી રસપ્રદ શૈલીમાં સંગીતના સપ્તસુરો સંગ કથામૃતનું રસપાન કરાવશે. આ પુણ્યસલિલા શિવકથામૃતનું રસપાન કરવા ભાવિક ભકતજનોને સમિતિનું ભાવભર્યું આમંત્રણ છે.આ પાવન પર્વની ઉજવણીના સહભાગી બનવા ચરાડવા મહાકાળી આશ્રમના મહંત દયાનંદગીરીબાપુ, ગાયત્રી શક્તિપીઠના મહંત અશ્વિનભાઈ રાવલ, શ્રી રઘુનાથજી મંદિરના મહંત ભરતદાસ બાપુ, શ્રી નાગાબાવા મંદિર વાંકાનેરના મહંત ખુશાલદાસ બાપુ, જોગજતિ ગુફા વીશીપરા વાંકાનેરના મહંત પ્રભુદાસ બાપુ, શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર વાંકાનેરના મહંત વિશાલભાઈ પટેલ, શ્રી મચ્છુ માતાજી મંદિર મીલપ્લોટ વાંકાનેરના મહંત વિષ્ણુમહારાજ સહિત સંતો-મહંતો તેમજ વાંકાનેર રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, યુવા ઉદ્યોગપતિ અને જિલ્લા ભાજપના હોદ્દેદાર પ્રગ્નેશભાઈ પટેલ, હિરેનભાઇ પારેખ સહિત અનેક ઉદ્યોગપતિઓ અને સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે.આ પાવન પ્રસંગને યાદગાર બનાવવા તેમજ સફળ બનાવવા મુખ્ય યજમાન દાતા ભુપતસિંહ અરજણભાઈ પઢિયાર, રણજીતસિંહ અરજણભાઈ પઢિયાર, જામભા મધુભા જાડેજા તથા કેસરીયા ગ્રુપ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.