મોરબી : આજે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ મોરબીનો 14માં વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા નવ નિર્માણ પામનાર ભારતમાતા ક્રાંતિ મંદિરના લાભાર્થે છત્રપતિ શિવાજી મહારાજનનું વિશ્વ પ્રસિદ્ધ મહા નાટક પ્રથમ વખતની ભવ્ય સફળ બાદ બીજીવાર મોરબીના આંગણે આવી રહ્યું છે. તેના ટિકિટ વેચાણ માટે જાણતારાજા કાર્યાલયનો શુભારંભ આજે રાત્રે થવા જઈ રહ્યો છે. જેમાં સૌને સહપરિવાર પધારવા આમંત્રણ પાઠવાયું છે.આજે “અમારા પરિવારની એક ઈંટ પરમ વંદનીય ભારત માતા ક્રાંતિ મંદિર માટે“નો પણ શુભારંભ થવા જઈ રહ્યો છે. આ શુભ પ્રસંગે આવી આપના પરિવારની જાણતારાજા મહા નાટકની ટિકિટ શુભેચ્છા દાન આપી મેળવી લેવા તથા ઓછામાં ઓછી એક ઈંટનું 2500 રૂ. દાન આપવા અપીલ કરાઈ છે.આજે 30 માર્ચ ને રવિવારે રાત્રે 9 કલાકે મોરબીની રવાપર ચોકડી ખાતે આઈસીઆઈસીઆઈ બેંકની બાજુમાં આવેલા કેપીટલ માર્કેટમાં દુકાન નંબર 57, માતૃભૂમિ વંદના ટ્રસ્ટ- મોરબી ખાતે જાણતા રાજા કાર્યાલયનું ઉદઘાટન થશે. તો આ ઉદઘાટન પ્રસંગે સૌ રાષ્ટ્ર ભક્તોને સહપરિવાર પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે અને ગામ તથા બહારગામ ઘેર બેઠા શુભેચ્છાક દાન આપી ટીકીટ મેળવવા માટે કાર્યાલયનો સંપર્ક કરવો અથવા મો.નં. 94299 12489 અથવા 94299 12689 પર સંપર્ક કરવા જણાવાયું છે.