પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન આપવા લોકોને આપીમોરબી : મોરબી રામાનંદી સાધુ સેવા સમિતિ દ્વારા પાઠ્યપુસ્તકો પસ્તી બને એ પહેલા જરૂરિયાતમંદ બાળકોને ઉપયોગી બને તેવા ઉમદા હેતુથી એક અભિયાન શરૂ કરી પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે અને લોકોને પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન આપવા આહવાન કર્યું છે.રામાનંદી સાધુ સેવા સમિતિ મોરબી જિલ્લા દ્વારા સૌને વિદ્યાનું દાન કરવા અપીલ કરવામાં આવી છે. સાથે જ જણાવવામાં આવ્યું છે કે, તાજેતરમાં જ SSC, HSC બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ છે. થોડા દિવસોમાં અન્ય ધોરણની પણ પરીક્ષાઓ લેવામાં આવશે. ત્યારબાદ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે. આપનાં બાળકોએ જે અભ્યાસ ક્રમ પુર્ણ કર્યો છે તેના પાઠ્યપુસ્તકો અને પુસ્તકોને પસ્તીમાં કિલોના ભાવે નજીવી કિંમતમાં આપવા પડશે. સમાજના બાળકોના પરિવારો નવા સત્રના પુસ્તકો ખરીદવા જશે તો તેને મોટી કિંમતોથી ખરીદવા પડે છે. ઘણા પરિવારોની આર્થિક સ્થિતિને કારણે બજેટ ખોરવાય જતું હોય છે. દરેક ધોરણોના પુસ્તકોના સેટ પસ્તીમાં ન આપી વિદ્યા દાન કરી સમાજના બાળકોને ઉપયોગી થઈએ.આપ જે ધોરણના પાઠ્યપુસ્તકોનું વિદ્યાદાન કરવા ઈચ્છતા હોય તેની વિગત, નામ, મોબાઈલ નંબર સાથે અથવા જે પાઠ્યપુસ્તકો પોતાના બાળકોના અભ્યાસ માટે લેવા ઈચ્છતા હોય તેઓએ વિના સંકોચે ક્યા ધોરણના પાઠ્યપુસ્તકની જરૂરિયાત છે? નામ, મોબાઈલ નંબર સાથે મનિષભાઈ દેવમુરારી (9778615594), ભક્તિરામભાઈ નિમાવત (9979999098), ભરતભાઈ કુબાવત મહંત નારીચાણીયા હનુમાનજી મંદિર (9265202959), મુકેશભાઈ (બાબાભાઈ) નિમાવત (8780635339), દિપકભાઈ કુબાવત રામાનંદ ટ્રાવેલ્સ (9427236797), ચંદ્રકાંત રામાનુજ (7016097002), ભરતભાઈ નિમાવત (9913944683) પર સંપર્ક કરવા જણાવ્યું છે. જે પાઠ્યપુસ્તકો હાજર હશે તે આપવામાં આવશે.