ફોરેસ્ટ વિભાગે ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરીવાંકાનેર : વાંકાનેરના જાલીડા ગામ પાસે હાઇવે ઉપર ટ્રક હડફેટે દીપડાનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ફોરેસ્ટ વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છ નેશનલ હાઇવે પર વાંકાનેરના જાલીડા ગામ પાસે આજે રાત્રીના 10:30 વાગ્યાના અરસામાં એક અજાણ્યા ટ્રકે દીપડાને હડફેટે લીધો હતો. જેમાં દીપડાનું મોત નીપજ્યું હતું. આ મામલે જાણ થતાં વાંકાનેર આરએફઓ મોના કચોટ સહિતના સ્ટાફે દોડી જઇ દીપડાને ખાતે પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. આ દીપડાનું ઉપર 5થી 6 વર્ષની હોવાનું જાણવા મળી રહ્યું છે.