મોરબી : સમસ્ત સિંધી સમાજ દ્વારા આજે શ્રી ઝૂલેલાલ મહોત્સવની ધામધૂમથી ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. સિંધુ ભવન ખાતે વિવિધ ધાર્મિક મહોત્સવ બાદ સાંજે ભવ્ય શોભાયાત્રા અબીલ ગુલાલની છોળો વચ્ચે નીકળી હતી. જેમાં સિંધી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.મોરબીના સ્ટેશન રોડ પર આવેલા સિંધુ ભવન ખાતે આજે 1075મો શ્રી ઝૂલેલાલ જન્મોત્સવ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે ધ્વજા રોહણ, મહાઆરતી અને બપોરે મહાપ્રસાદ યોજાયો હતો. તેમજ સાંજે અબીલ ગુલાલની છોળો વચ્ચે ઢોલ નગારાના તાલે નાચતા ઝૂમતા શોભાયાત્રા નીકળી હતી. ભગવાનના રથ સાથે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. શોભાયાત્રા દરમિયાન ભાઈઓ અને બહેનો ગરબે ઘૂમ્યા હતા અને ઝુલેલાલ જન્મોત્સવ ઉજવણી કરી હતી.