મોરબી : મોરબીના પાંચ વર્ષના બાળકે સલમાન ખાન અભિનીત ફિલ્મ સિકંદરમાં અભિનય કરીને મોરબીનું ગૌરવ વધાર્યું છે. મૂળ કચ્છના વતની અને હાલ છેલ્લા દસ વર્ષથી મોરબી રહેતા પુનિતભાઈ પેથાણી અને અક્ષીતાબેન પેથાણીના પાંચ વર્ષના દીકરા ધ્રુવીત પેથાણીએ આજે રવિવારે રિલીઝ થયેલી સલમાન ખાન અભિનીત બોલીવુડ ફિલ્મ સિકંદરમાં નાનકડો રોલ પ્લે કર્યો છે. મહત્વનું છે કે, LKGમાં ભણતા ધ્રુવીતે આ પહેલા સુરત, રાજકોટ અને અમદાવાદમાં પણ મોડેલિંગ અને એક્ટિંગમાં અનેક એવોર્ડ મેળવ્યા છે. ત્યારે બોલીવુડ ફિલ્મમાં અભિનય કરીને ધ્રુવીતે નાનકડી ઉંમરમાં જ મોરબીનું નામ રોશન કર્યું છે.