બાજુમાં ખેતર લીધું હોય તે ન ગમતા લોખંડની પટ્ટી ફટકારીહળવદ : હળવદ તાલુકાના સુખપર ગામે રહેતા ખેડૂત ઉપર શેઢા પાડોશીએ લોખંડની ધારદાર પટ્ટી વડે હુમલો કરી હાથના બે આંગળામા ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે હળવદ તાલુકાના સુખપુર ગામે રહેતા ફરિયાદી દિલીપભાઈ બાવલભાઈ પરમાર ઉ.54 નામના આધેડે આરોપી ભુપતભાઇ મનુભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદીએ આરોપી ભુપતભાઇની બાજુમાં ખેતર ખરીદ્યું હોય જે આરોપીને સારું નહિ લાગતા અવાર નવાર જેમ ફાવે તેમ બોલતા હોય અને આ બાબતનો ખાર રાખી લોખંડની ધારદાર પટ્ટી વડે હુમલો કરતા ફરિયાદી દિલીપભાઈએ હાથ આડો રાખતા બે આંગળામા ટાકા લેવા પડે તેવી ઇજા પહોંચી હતી. બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.