માળિયા (મિયાણા) : ડોકટર બનીને લોકોની સેવા કરવાનું સ્વપ્ન સેવી એ સ્વપ્ન સાકાર કરી માળિયા તાલુકાના રાસંગપર ગામના વતની દીપ શનાળિયાએ ડોકટરની ડિગ્રી મેળવી છે. માળિયા (મિયાણા) તાલુકાના નાના એવા રાસંગપર ગામના વતની અને શિક્ષક દંપતી વિનેશભાઈ તથા શારદાબેન શનાળિયાના પુત્ર દીપ શનાળિયાએ ગાંધીનગર ખાતેથી સર્જરી અને મેડીસીનમાં ડોક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી સમગ્ર શનાળિયા પરિવાર અને રાસંગપર ગામનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ દીપ શનાળિયાને મોરબી જિલ્લામાંથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.