મોરબીની ત્રણ ટીમ ભાગ લેવા પહોંચીસાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના 400 જેટલા કલાકારો “પર્યાવરણ” થીમ આધારિત કાર્યક્ર્મ પ્રસ્તુત કરશેમોરબી : રંગમંચ અને લલિતકલાઓને સમર્પિત અખિલ ભારતીય કલા સંસ્થા “સંસ્કારભારતી ગુજરાત“ દ્વારા દર વખતની જેમ ચાલુ વર્ષે સોમનાથ ખાતે શ્રી રામ મંદિર ઓડીટોરીયમ ખાતે ‘પ્રભાસોસ્તવ-25’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રંગારંગ કાર્યક્રમમાં મોરબીના કલાકારો પણ જોડાશે. આ પ્રભાસોત્સવમાં મોરબીની ત્રણ ટીમ ભાગ લેવા પહોંચી છે. જેમાં રુદ્રિકા ગરબા ગ્રુપ સાર્થક વિદ્યામંદિર, ઇન્ટરનેશનલ એવોર્ડ વિજેતા સ્વામિવિવેકાનંદ ભવાઈ મંડળ-ખાખરા અને લોકગીત પલક બરાસરા ગ્રુપ ભાગ લેશે.આજે તા. 29 માર્ચ સુર્યાસ્તથી તા. 30 માર્ચના સૂર્યના પ્રથમ કિરણને અર્ઘ્ય આપીને હિન્દુ નવવર્ષને વધાવવામાં આવનાર છે. સમગ્ર રાત્રી દરમ્યાન ગુજરાતના તમામ જિલ્લાના સમિતિના કલાકારો દ્વારા રંગારંગ કાર્યક્ર્મ યોજાનાર છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના 400 જેટલા કલાકારો “પર્યાવરણ” થીમ આધારિત કાર્યક્ર્મ પ્રસ્તુત કરવાના છે.પ્રભાસોસ્તવ -25ને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગુજરાત ટુરિઝમ તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. જ્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સંસ્કારભારતી ગુજરાત દ્વારા આયોજન થયું છે. આ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન સંસ્કારભારતીના અખિલ ભારતીય અધ્યક્ષ ભારતીય વાયોલિન વાદક મૈસુર મંજુનાથજી ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન કરવાના છે. જ્યારે સંમારંભના ઉદઘાટન ક્લેકટર- ગીર સોમનાથ ડી.ડી. જાડેજા અને જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા કરવાના છે. આ દરમ્યાન સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમારની વિશેષ ઉપસ્થિત રહેશે. જ્યારે પલ્લવીબેન જાની (પ્રમુખ, વેરાવળ પાટણ સંયુકત નગર સેવા સદન) અને ચીફ ઓફિસર પાર્થિવસિંહજી બી. પરમાર સહિતના મહાનુભાવો સ્થાન શોભાવશે.જીવન મૂલ્યોને વિવિધતામા એકતાના ભાવથી જોડી રાખનાર આ કાર્યક્ર્મમાં ગુજરાતના તમામ કલાકારો લોકસંગીત, લોકનૃત્ય, નાટક, સંગીત, શાસ્ત્રીય નૃત્ય સાથે ઉતમ કલાની પ્રસ્તુતિ કરશે. નવવર્ષના દિવસે તા. 30-3-2025ના રોજ સાંજે 4:30 કલાકે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી ગૌલોખધામ ત્રિવેણી સંગમ ખાતે કલાસાધકો દ્વારા ભક્તિ સંગીતનો કાર્યક્રમ પ્રસ્તુત કરવાના છે. આ તમામ કાર્યક્ર્મમાં જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે. સાંસ્કતિક કાર્યક્રમ પૂર્વે સાંજે 5 કલાકે લક્ષ્મીનારાયણ મંદિરથી રંગયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જે શહેરમાં પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી યાત્રા સ્વરૂપે ઓડીટોરિયમ ખાતે સંપન્ન થશે. આ કાર્યક્ર્મના આયોજન માટે સ્થાનિક સમિતિના અધ્યક્ષ સુરોભા જાડેજા આખરી ઓપ આપી રહ્યા છે. જ્યારે સમગ્ર કાર્યક્રમનુ સંકલન પ્રાંત મહામંત્રી પંકજ ઝાલા કરી રહ્યા છે. સંસ્કાર ભારતી ગુજરાતના અધ્યક્ષ અભેસિંહજી રાઠોડ અને તમામ વિભાગોના સચિવો તરફથી આમંત્રણ પાઠવવામા આવે છે.