મોરબી : દક્ષિણ મધ્ય રેલ્વેના સિકંદરાબાદ ડિવિઝનમાં આવેલા મહબૂબાબાદ સ્ટેશન પર કાઝીપેટ-કોંડાપલ્લી સેક્શનમાં ત્રીજી લાઇન પેચ ટ્રિપલીંગના કામ માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે 28 મેના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નં. 20820 ઓખા-પુરી એક્સપ્રેસ અને 25 મેના રોજ પુરીથી ઉપડનારી ટ્રેન નં. 20819 પુરી-ઓખા એક્સપ્રેસ રદ્દ કરવામાં આવી છે. ટ્રેનના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.