મિલ પ્લોટ અને સરતાનપર રોડ ઉપર અલગ અલગ ત્રણ દરોડાવાંકાનેર : વાંકાનેર સીટી અને તાલુકા પોલીસે અલગ અલગ ત્રણ દરોડા પાડી વરલી મટકાનો જુગાર રમાડી રહેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસે મિલ પ્લોટ વિસ્તારમાં જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી નરેશ પ્રેમજીભાઈ બાવળિયા રહે.ડબલ ચાલી, મિલ પ્લોટ વાળાને રોકડા રૂપિયા 10,370 સાથે ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.આ ઉપરાંત વાંકાનેર તાલુકા પોલીસે અન્ય બે દરોડામાં સરતાનપર રોડ ઉપરથી આરોપી દશરથ તલાભાઈ સનુરાને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 560 કબજે કરવાની સાથે અન્ય એક દરોડામાં સરતાનપર ગામ નજીક જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી લક્ષ્મણ રાજુભાઇ સાદરિયાને રોકડા રૂપિયા 540 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.