હળવદ : હળવદના ચુંપણી ગામે તળાવ કાંઠાના દબાણો દૂર કરવા ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયુ છે કે તળાવ કાળા ખાડા તરીકે ઓળખાય છે. સૌની યોજનાના ત્રણ પોઇન્ટ પૈકી આ એક પોઇન્ટ છે. જેને ઊંડું કરવા માટે આજુબાજુના દબાણો હટાવવા જરૂરી છે. દબાણકારોને સમજાવવા છતા તેઓ દબાણ હટાવી રહ્યા ન હોય જેથી આ મામલે કાર્યવાહી કરવાની માંગ છે.