મોરબી : મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી જુગાર રમતા સાત ઇસમોને ગણનાપાત્ર રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. સમગ્ર વિગત અનુસાર, મોરબીના જુના નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાં ગંજીપત્તાનો જુગાર રમતા હોવાની બાતમી મળતા મોરબી તાલુકા પોલીસ દ્વારા રેઇડ કરતા હિતેશભાઈ ભોગીલાલ મહેતા, પ્રશાંતભાઈ ઉર્ફે હકાભાઈ પ્રભાતભાઈ ધ્રાંગા, બીજલભાઈ અણંદાભાઈ સુરેલા, દિલીપભાઈ લાભુભાઈ સુરેલા, જયેશભાઈ ઉર્ફે જયલો ગાગુભાઈ મીયત્રા, માવજીભાઈ સુખાભાઈ રાઠોડ અને વનરાજભાઈ રામજીભાઈ સરેસા એમ કુલ સાત ઇસમોને કુલ રૂ. 69,050 રોકડ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.