મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ખાખરાળા ગામની સીમમાં મોરબી - પીપળીયા રોડ ઉપર નકલંક ફાટક સામેથી શંકાસ્પદ રીતે રીક્ષા લઈને નીકળેલા આરોપી હુસેન હાજીભાઈ જામ ઉ.35 રહે.જોન્સનગર નામના શખ્સની રીક્ષા ચેક કરતા આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂની બે બોટલ કિંમત 1122 મળી આવતા પોલીસે એક લાખની રીક્ષા સહિત કુલ રૂપિયા 1,01,122નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.