મોરબી : રેપીડ એક્શન ફોર્સ દ્વારા આજે મોરબીની મુલાકાત લેવામાં આવી છે. આ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રેપીડ એક્શન ફોર્સે મોરબી જિલ્લામાં ત્રણ દિવસનો મુકામ કરવામાં આવ્યો છે. આ દરમિયાન જિલ્લાભરના પોલીસ મથકની મુલાકાત લેવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે મોરબી એ ડિવિઝન, મોરબી બી ડિવિઝન અને તાલુકા પોલીસ મથકની મુલાકાત લઈ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોની વિગતો મેળવી હતી. ઉપરાંત પોલીસ ટીમને સાથે લઈ વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ કર્યું હતું.