બ્રિજના કામ માટે ડાયવર્ઝન કાઢ્યું ન હોવાથી વાહચાલકોને હાલાકી પડી રહી હોવાની ફરિયાદમોરબી : માટેલથી સરતાનપર વચ્ચેના રોડનું તથા બ્રિજનું કામ ગોકળગતિએ થતું હોવાની સ્થાનિકોએ રાવ કરી છે. આના કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર માટેલ - સરતાનપર રોડ ઉપર રિચ કંપની પાસે રોડ અને બ્રિજનું કામ છેલ્લા એક વર્ષથી ધીમી ગતિએ ચાલી રહ્યું છે. વધુમાં બ્રિજનું કામ ડાયવર્ઝન કાઢ્યા વગર થતું હોવાથી અહીંથી વાહનચાલકોને નીકળવામાં ભારે તકલીફ પડી રહી છે. આ કામ ઝડપભેર પૂર્ણ કરવામાં આવે તેવી માંગ છે. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર ડી.કે.સોલંકીએ જણાવ્યું કે રોડ અને પુલનું કામ ચાલુ જ છે. આગામી એક મહિનાની અંદર પૂર્ણ થઈ જશે. આની સાથે બીજા રોડના કામ પણ ચાલુ હોય જેથી થોડું કામ બાકી છે.