મોરબી : સંસદમાં મહારાણા સાંગાને લઈને અપમાનજનક નિવેદન આપનાર સાંસદ રામજીલાલ સુમનના વિરોધમાં રાજપૂત કરણી સેના દ્વારા આવતીકાલે તા.28ના રોજ સવારે 10:45 કલાકે કલેકટરને આવેદન આપવામાં આવશે. તેમ જયદેવસિંહ જાડેજા -પ્રમુખ - રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા, રવિરાજસિંહ જાડેજા - પ્રમુખ - રાજપૂત કરણી સેના મોરબી તાલુકા, અશોકસિંહ ચુડાસમા - પ્રમુખ - રાજપૂત કરણી સેના મોરબી શહેરની યાદીમાં જણાવાયું છે.