મોરબી : મોરબીમાં તા. 29-3-2025ને શનિવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમ્યાન ગુજરાતના જાણીતા ન્યુરો ડેવલપમેન્ટ થેરાપિસ્ટ ડો. સવજી નકુમ દ્વારા સોમનાથ પ્લાઝા, 3જો માળ, મામા ફટાકડા પાસે, રવાપર રોડ, ખાતે આવેલ કેશર ફિઝિયોથેરાપી ક્લિનિકમાં સેવા આપવામાં આવશે. જેમાં ડો. સવજી નકુમ દ્વારા બાળવિકાસમાં થતી તકલીફ જેવી કે સી.પી.બાળક, ઓટીઝમ, હાઈપર એક્ટીવ, ડાઉન સિન્ડ્રોમ, બોલવામાં તથા સમજવામાં તકલીફ, બિહેવિયર પ્રોબ્લેમ, ભણવામાં થતી તકલીફ માટે વિવિધ થેરાપી જેવી કે ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, બિહેવિયર થેરાપી, સ્પીચ થેરાપી, સેન્સરી ઈન્ટ્રીગેશન, કોગ્નીટીવ થેરાપી વગેરે વડે સારવાર કરવામાં આવશે. ત્યારે વધુ માહિતી માટે મો. નં. 97278 41107 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.