મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસના કર્મચારીઓને ત્રાજપર ચોકડી પાસેથી 5 વર્ષનું વાલીવરસ વગરનું બાળક મળી આવતા મોરબી સિટી બી ડિવિઝનની She Team દ્વારા બાળકનું તેના માતા-પિતા સાથે મિલન કરાવવામાં આવ્યું છે. સમગ્ર વિગત અનુસાર, મોરબી સિટી બી ડિવિઝન પોલીસના અધિકારીઓ ગત રોજ તા. 26-3-2025ના પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન ત્રાજપર ચોકડી પાસેથી 5 વર્ષનું વાલીવારસ વગરનું બાળક મળી આવ્યું હતું. પોલીસ દ્વારા સ્થળ પર બાળકના વાલીને શોધવા પ્રયત્ન કરેલ છતાં બાળકના વાલી ન મળતા સિટી બી ડિવિઝનની ટીમે બાળકનો કબજો લઈ બાળકના વાલીવારસ શોધવાની કવાયત હાથ ધરી હતી. આ દરમ્યાન She Team દ્વારા બાળકની કાલીઘેલી ભાષા સમજવાનો પ્રયત્ન કરી બાળકને સાથે રાખી ટૂંક સમયમાં મોરબીના ઈન્દિરાનગરમાં રહેતા નવઘણભાઈ ધોળકિયાને શોધી તેમનું આ બાળક સાથે મિલન કરાવ્યું હતું.