હળવદ : હળવદ સરકારી દવાખાનામાં ઘણા સમયથી પીડિયાટ્રીક ડોક્ટરની નિમણૂક કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી હતી. ત્યારે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની રજૂઆત બાદ હળવદ સરકારી દવાખાનામાં પીડિયાટ્રીક ડોક્ટરની નિમણૂક કરવામાં આવી છે.હળવદ સરકારી દવાખાનામાં પીડિયાટ્રીક ડોક્ટર તરીકે ડો. વિવેક અઘારાની નિમણૂક કરવામાં આવી છે. જેથી હવે હળવદ સરકારી દવાખાનામાં પણ બાળકોના ડોક્ટરની સેવા મળશે. આ નિમણૂક બદલ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.