છેલ્લા એકાદ વર્ષથી રોડની હાલત ખરાબ : તંત્ર કાર્યવાહી કરે તેવી માંગમોરબી : મોરબીના લખધીરપુર રોડની હાલત બિસ્માર બની હોય અહીં દરરોજ પસાર થતા હજારો વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા વહેલાસર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. વાહનચાલકોના જણાવ્યા અનુસાર છેલ્લા એકાદ વર્ષથી રોડની આ હાલત છે. અહીં છેક સુધી રોડ ઉપર મસમોટા ખાડાઓ છે. દરરોજ અહીંથી પસાર થતા વાહનચાલકો કંટાળી જાય છે. વચ્ચે એક નાલું તો ઢળી ગયેલી હાલતમાં છે. અહીં ખરાબ રોડ ઉપર ઘણી વખત વાહન ચાલકો ખાડા તારવવા જાય ત્યારે અકસ્માતનું જોખમ પણ તોળાઇ રહ્યું છે. માટે તંત્ર વહેલાસર આ રોડનું કામ કરે તેવી માંગ છે.