કારોબારી ચેરમેન તરીકે મહેશભાઈ કણઝારીયા,શાસક પક્ષના નેતા તરીકે ઉર્વશીબેન પંડ્યા,દંડક તરીકે કેયુરભાઈ લાડાણીની વરણીહળવદ : તાજેતરમાં યોજાયેલ હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં 28 બેઠકમાંથી 27 બેઠક ભાજપ જીત્યું હતું.ત્યારબાદ પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી.જ્યારે વિવિધ કમિટીઓના ચેરમેનની નિમણૂક બાકી હતી જે બે દિવસ પહેલા હળવદ નગરપાલિકાની પ્રથમ યોજાયેલ સામાન્ય સભામાં વિવિધ કમીટીઓના ચેરમેનની નિમણૂકો કરવામાં આવી છે. જેમાં કારોબારી ચેરમેન તરીકે મહેશભાઈ બાવલભાઈ કણઝરીયા, શાસક પક્ષના નેતા તરીકે ઉર્વશીબેન દિલીપભાઈ પંડ્યા,દંડક તરીકે કેયુરભાઈ રતિલાલભાઈ લાડાણી, ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન તરીકે અશ્વિનકુમાર બાબુભાઈ ડાભી, બાંધકામ કમિટીના ચેરમેન તરીકે અશોકભાઈ મથુરભાઈ તારબુંદીયા, પાણી પુરવઠાના ચેરમેન તરીકે દેવાભાઈ વેલાભાઇ ભરવાડ,રોશની શાખા કમિટીના ચેરમેન તરીકે કોમલબેન વિષ્ણુભાઈ મુંધવા,સેનિટેશન શાખાના ચેરમેન તરીકે ભરતભાઈ નાનુભાઈ કરોત્રા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ધર્મિષ્ઠાબેન નરેન્દ્રભાઈ પરમાર,બાગ બગીચા કમિટીના ચેરમેન તરીકે ચંદુભાઈ ઠાકરજીભાઈ કણજરીયા, મહિલા બાળ વિકાસ કમિટીના ચેરમેન તરીકે મીનાબેન મયુરભાઈ ઠાકર,વેરા વસુલાત કમિટીના ચેરમેન તરીકે મહેશભાઈ કેસુભાઈ કણઝરીયા,મેળા કમિટીના ચેરમેન તરીકે સુરેશભાઈ પોપટભાઈ પારેજીયા,શહેર ગરીબ વિકાસ યોજના કમિટીના ચેરમેન તરીકે કંચનબેન રસિકભાઈ ચાવડા, આયોજન કમિટીના ચેરમેન તરીકે માયાબેન રાજીવ કુમાર ઝાલા,રોગી કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે ચંદ્રિકાબેન રાજેશભાઈ વાધ્રોડીયા અને હળવદ માર્કેટ યાર્ડના કોર્પ ડિરેક્ટર તરીકે રાહુલભાઈ રજનીકાંત પંડ્યાની નિમણુક કરાવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે શહેરની વિવિધ સમસ્યાઓ માટે શહેરીજનો ઉપરોક્ત વિવિધ કમીટીઓને લગતા કામની ફરિયાદ કરી શકશે.