વાંકાનેર : મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.સી. ભટ્ટના માર્ગદર્શન હેઠળ “અટલ સ્વાન્ત: સુખાય યોજના” અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવ્યું છે. “અટલ સ્વાન્ત: સુખાય યોજના” અંતર્ગત ગર્ભ સંસ્કાર એટેલે આવનાર બાળકના ગુણોને પાયામાંથી શીખ આપવી આપણા શાસ્ત્રોમાં 16 સંસ્કારની વાત કરવામાં આવી છે. તેમાનો એક સંસ્કાર એટેલ ગર્ભ સંસ્કાર. જે અંતર્ગત ભાટીયા સોસાયટી ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું.આજે તારીખ 27 માર્ચના રોજ વાંકાનેર ઘટક-2 દ્વારા મહાકાળી સત્સંગ હોલ, ભાટિયા સોસાયટી વાંકાનેર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં આ ગર્ભ સંસ્કાર વિધિમાં 20 સગર્ભા બહેનોએ ભાગ લીધો હતો. સર્ગભા બહેનો માટે પોષ્ટિક કીટ (સુખડી, ચીકુ, ખજુર,)ના દાતા ઇન્દુબા પી. ઝાલા તેમજ હંસાબેન પટેલ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. આ ગર્ભ સંસ્કારની વિધિ ઇ/ચા સીડીપીઓ અલ્પાબેન કચાવા બહેન દ્વારા કરાવવામાં આવી હતી. તેમજ સર્ગભા બહેનોને ગાયત્રી મંત્રો ઉચ્ચાર અને ૐ મંત્રો ઉચ્ચાર કરાવવામાં આવ્યા હતા. જેમાં હંસાબેન પટેલ દ્વારા ગર્ભ સંસ્કાર બાબતે અમુલ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં સીડીપીઓ વાંકાનેર-2 અલ્પાબેન કચાવા તેમજ મુખ્ય સેવિકા, વર્કર બહેનો તેમજ આઈ.સી.ડીસ.એસ નો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને સગર્ભા બહેનોને પોષણ અને આરોગ્ય બાબતે સૂચનો આપ્યા હતા.