મોરબી : મોરબીના આર્યતેજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી દ્વારા ટંકારાના આરોગ્ય સેવા કેન્દ્ર (સીએચસી સેન્ટર) ખાતે આજે તારીખ 27 માર્ચ ને ગુરુવારે સવારે 9 થી 1 વાગ્યા સુધી વિનામૂલ્યે ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શરીરના કોઈપણ દુઃખાવાની સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે. સમય મર્યાદાના કારણે પ્રથમ 50 દર્દીઓને જ તપાસવામાં આવશે.