મોરબી : તાજેતરમાં મેંગોપીપલ પરીવાર દ્વારા પ્રોજેક્ટ મુસ્કાન અંતર્ગત મોરબીમાં શનાળા રોડ પાર આવેલ ગોકુલનગર ખાતેની સરકારી શાળાની દીકરીઓને સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ મુસ્કાનના ફાઉન્ડર શ્રી મતી રુપલબેન દ્વારા દીકરીઓને તેમની સરળ ભાષામાં સેનેટરી પેડ વિશેના ફાયદા અને શારીરીક સ્વચ્છતા વિશેની સમજણ આપવામાં આવી હતી. તેમજ ગંદા કપડાથી થતા નુકસાન અને સેનેટરી પેડની માહિતી આઈ હતી. મેંગોપીપલ પરીવારના મનીષભાઈ રાઠોડ, શ્રીમતી રુપલબેન રાઠોડ, મોનાબેન રાજવીર, કૃણાલભાઈ મેવા શાળાના આચાર્ય વિનોદભાઈ ગોધાણી તથા શાળાના સ્ટાફગણ જયશ્રીબેન, નિમિષાબેન, લલીતાબેન તથા સુમિત્રાબેને જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં મહેમાનો તરીકે જિલ્લા બાલ સુરક્ષાના રંજનબેન મકવાણા, મહિલાને બાળવિભાગના ઉર્વશીબેન પરમાર, જિલ્લા ક્ષયકેન્દ્રના પિયુષભાઇ જોશી, મેડિકલ ઓફિસર હિમાંશુભાઈ શંકજા, ધર્મેન્દ્રભાઈ વાઢેર, સાવનભાઈ ગોસ્વામી, તથા લાલાભાઇ બકોત્રા ઉપસ્થિત રહી મેંગોપીપલ પરીવારના કાર્યની સરાહના કરેલી અને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, મેંગોપીપલ પરીવાર છેલ્લા 11 વર્ષથી ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકો માટે સતત કાર્યશીલ સંસ્થા છે. સંસ્થા આવા બાળકો માટે ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવે છે . ઉપરાંત સંસ્થા છેલ્લા 7 વર્ષથી ' પ્રોજેક્ટ મુસ્કાન ' દ્વારા સ્લમ વિસ્તારોની બહેનો દીકરીઓને રાજકોટ, જામનગર, વાંકાનેર ઉપરાંત હવે તો મોરબીમાં પણ નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.