ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં રૂ.1.15 કરોડની છેતરપીંડી કર્યાના 3 ગુનાઓના ભેદ ઉકેલાયા : સાયબર ઠગ લોકોને લલચાવવા ગુગલ એડ પણ ચલાવતો, બાદમાં ફ્રેન્ચાઇઝીની લાલચ આપી પૈસા પડાવતોમોરબી સાયબર પોલીસ આરોપીને પકડવા અગાઉ જમ્મુ-કાશ્મીર ગઈ પણ ત્યાં નિષ્ફળતા મળી, બાદમાં છત્તીસગઢ જઈ ત્યાં લોન્ડ્રીવાળા બનીને આરોપીને દબોચી લીધો મોરબી : મોરબીમાં રૂ.28 લાખની છેતરપીંડી કરનાર શખ્સને મોરબી સાયબર પોલીસે પકડી લીધો છે. આ સાથે જ રાજસ્થાન અને મહારાષ્ટ્રના પણ વણઉકેલાયા 2 ગુનાઓનો ભેદ ઉકેલાય ગયો છે. આ શખ્સ 90 બોગસ વેબસાઈટ બનાવી લોકો સાથે ફ્રોડ કરતો હતો. ત્રણ રાજ્યમાં તેને રૂ.1.15 કરોડની છેતરપીંડી આચરી છે. મોરબી સાયબર પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વાઘપરામાં રહેતા હીરેનભાઇ મહેન્દ્રભાઇ પુજારા દ્વારા સોશિયલ મીડીયામાં ટાટા ઝુડીયો ફ્રેન્ચાઇઝી બાબતે સર્ચ કરતા ઝુડીયો ટ્રેન્ટ લિમિટેડ નામનુ પેજ ઓપન થયે તેના પર તેઓએ પોતાની વિગતો ભરી સબમીટ કરેલ હતી. બાદમાં આરોપીઓ દ્વારા ફરીયાદીને ફોન દ્વારા સંપર્ક કરી ડીપોઝીટના નામે વિવિધ બેન્ક એકાઉન્ટમાં રૂપીયા ડીપોઝીટ કરાવી કુલ રૂ. ૨૮,૦૩,૫૦૦/- નુ ઓનલાઇન ફ્રોડ કરેલ હતુ. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમા ગુન્હો નોંધવામાં આવેલ હતો.મોરબી સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ફ્રોડમાં થયેલ વિવિધ બેંક ટ્રાન્ઝેક્શનોને એનેલાઇઝ કરતા આરોપી દ્વારા પ્રથમ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં રૂપીયા જમા કરાવેલ અને ત્યારબાદ બીહાર રાજ્યમાં રૂપીયા ટ્રાન્સફર કરી એ.ટી.એમ. મશીનો દ્વારા રૂપીયા વીડ્રો કરવામાં આવેલ હતા. આ ટ્રાન્જેક્શનોને ટ્રેક કરી મોરબી સાયબર ક્રાઈમ પોલીસની એક ટીમ બિહાર રાજ્યમાં મોકલવામાં આવેલ હતી, પરંતુ મોરબી સાયબર ક્રાઈમની ટીમ બીહાર રાજ્યમાં આરોપીઓ સુધી પહોચે તે પહેલા આરોપીઓ અન્ય રાજ્યમાં ભાગી જવાથી મોરબી સાયબર ક્રાઈમની ટીમને સફળતા મળેલ ન હતી. બાદમાં આ ગુનામાં વપરાયેલ ઇ-મેલ આઈડી, ડોમેઇન અને સોશિયલ મીડીયામાં પ્રસિધ્ધ થયેલ જાહેરાતો છત્તીસગઢ રાજ્યના ભીલાઇ શહેરથી સંચાલીત કરાતી હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં મોરબી સાયબર પોલીસની ટીમે છત્તીસગઢના ભીલાઇ જઈ વેશ પલ્ટો કરી લોન્ડ્રી વાળા માણસો બની આરોપીના રહેણાંક મકાને જઇ લોન્ડ્રીના કપડા માંગતા આરોપી કપડા આપવા બહાર નિકળતા પોલીસ દ્વારા આરોપીને પકડી લેવામાં આવ્યો હતો. આ આરોપીનું નામ રીતુઆનંદ પરમેશ્વર પ્રસાદ સીંધ હોય અને તે મુળ રહે. ઝારખંડ, હાલ: ભીલાઇ, છત્તીસગઢ હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં આરોપી આઇ.ટી. સેક્ટર, વેબ ડેવલોપીંગ, ડીઝીટલ માર્કેટીંગ, વેબસાઈટ ડીઝાઇનીંગ અને કંટેન્ટ માર્કેટીંગનો જાણકાર છે. આરોપી દ્વારા RIMOBIT.COM (Rimobit Infotech) નામની કંપની ચલાવી web and Digital services ના નામે પોતાના ભાળાના મકાનમાંથી ઓનલાઇન ફ્રોડનુ નેટવર્ક ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.આ કામગીરીમાં મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.કે.દરબાર, એ.એસ.આઇ. જયપાલસિંહ ઝાલા, હેડ.કોન્સ. નિર્મળસિંહ જાડેજા, રામસિંહ જાડેજા, પો.કોન્સ. મનોજભાઈ લકુમ સહિતના રોકાયેલ હતા. ________________________________સરકારી યોજના સહિતની 90 બોગસ વેબસાઈટ બનાવીઆ શખ્સે પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી પરીયોજના, બીએસએનએલ, ભારતીય સી.એન.જી. પંપ, ચાર ધામ, ટાટા ઝુડીયો, કેમ્પા કોલા, પેઇન્ટ ફ્રેન્ચાઇઝી, રોયલ ઇન્ફિલ્ડ, ફર્ટિલાઈઝર ડિલર શિપ, કસ્ટમર સર્વિસ પોઇન્ટ, ફાઇનાન્સ સર્વિસ પોઇન્ટ, સિમ્પલ એનર્જી, મેક ડોનાલ્ડસ ફ્રેન્ચાઇઝી, કૃષિ સોલાર પંપ યોજના, સિમેન્ટ ફ્રેન્ચાઇઝી, બર્ગર કિંગ, ડોમીનોઝ ફ્રેન્ચાઇઝી, કેએફસી ફ્રેન્ચાઇઝી, કેરલા લોટરી, ઓનલાઈન ગેમિંગ સહિતની 90 બોગસ વેબસાઈટ બનાવી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત ગૂગલ એડ ચલાવી લોકોને લલચાવીને શિકાર બનાવતો હતો.________________________________અન્ય બે ગુનાના પણ ભેદ ઉકેલાયાઆરોપીની પુછપરછમાં તેને મોરબીમાં રૂ. ૨૮,૦૩,૫૦૦/-ની છેતરપીંડી કરી હોવાની કબૂલાત આપી છે. આ ઉપરાંત તેને રાજ સ્થાન રાજ્યના ડુંગરપુર વિસ્તારમાં રૂ. ૩૩,૨૪,૫૦૦/- અને નવી મુંબઇમાં રૂ. ૫૪,૭૦,૦૦૦/- મળી કુલ રૂપીયા ૧,૧૫,૯૮,૦૦૦/- ની છેતરપીંડી કરી હોવાનું સામે આવ્યું છે.________________________________