ટંકારા : ટંકારા તાલુકાની જબલપુર પ્રાથમિક શાળામાં તા. 25-3-2025ના રોજ આનંદ બજારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોના હાથે ખાણી-પીણીના 32 સ્ટોલ ઉભા કરાવામાં આવ્યા હતા. આ આનંદ બજારમાં ધોરણ 5 થી 8 ના બાળકો દ્વારા પીઝા, ભેળ, પાઉં રગડો, દહીં પુરી, સેન્ડવિચ, ચિપ્સ, ભૂંગળા બટાટા, દાબેલી, ચણાચાટ, પાણીપુરી, ઠંડાપીણાં, કુલ્ફી, લચ્છી, સોડાશોપ, ચોકોલેટ શોપ, વેફર્સ શોપ, સોનપાપડી, બિસ્કિટ, ફ્રુટ ડિશ જેવા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. આ આનંદ બજારમાં મોટા પ્રમાણમાં ગ્રામજનો, વાલીઓ અને બાળકોએ પોતાની મનપસંદ ડિશનો આનંદ માણ્યો હતો. આ આનંદ બજારમાં કુલ 11,026 રૂપિયાનો નફો થયો હતો. આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ બાળકોમાં આર્થિક શિક્ષણ, પડતર કિંમત, નફા ખોટની ગણતરી અને માર્કેટિંગ કુશળતાનો વિકાસ કરવાનો હતો. આ આયોજનને સફળ બનાવવા આનંદ બજારમાં ભાગ લેનાર બાળકોએ અને શાળા પરિવારના શિક્ષક ભાઈ- બહેનોએ મહેનત કરી હતી.