શોભાયાત્રા બપોરે 4 વાગ્યે સર્કિટ હાઉસથી પ્રસ્થાન થશે અને રાત્રે 12 વાગ્યે રામ મહેલ મંદિરે પૂર્ણ થશેમોરબી : દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીના દિવસે એટલે કે 6 એપ્રિલના રોજ સમસ્ત હિંદુ સમાજ દ્વારા દિવ્ય અને ભવ્ય શોભાયાત્રાનું મોરબીમાં આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા બપોરે 4 વાગ્યે મોરબીના સર્કિટ હાઉસથી પ્રસ્થાન થશે અને ત્યાંથી નવા બસસ્ટેન્ડ બાપા સીતારામ ચોક થઈ નગરદરવાજા રામ મહેલ મંદિરે રાત્રે 12 વાગ્યે શોભાયાત્રા પૂર્ણ થશે. આ શોભાયાત્રામાં 12થી વધુ વિવિધ ફ્લોટ્સ જોડાશે. મોરબી શહેરના મુખ્ય માર્ગો પર આ શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રાના રૂટ પર હિંદુ સમાજ દ્વારા સ્ટેજ ઉભા કરવામાં આવશે. શોભાયાત્રામાં 10થી વધુ સ્કૂલ પોતાના ટેબ્લો સાથે જોડાશે. શોભાયાત્રા દરમિયાન રાભે 8-30ની આસપાસ બાપા સીતારામ ચોક ખાતે આરતી કરવામાં આવશે અને રાત્રે 12 વાગ્યે શોભાયાત્રા પૂર્ણ થયે રામ મહેલ મંદિર ખાતે આરતી કરવામાં આવશે.આ શોભાયાત્રામાં મોરબી જિલ્લાના તમામ હિંદુ સમાજના સંગઠનો જોડાશે. આ શોભાયાત્રાનું આયોજન પણ સમગ્ર હિંદુ સંગઠનો અને સમસ્ત હિંદુ સમાજ દ્વારા જ કરવામાં આવ્યું છે. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ રામ મહેલ મંદિરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા દરમિયાન સ્ટોલ ઉભા કરનાર પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તેવી પણ આયોજકોએ અપીલ કરી છે.