મોરબી જિલ્લાના રૂ.187 કરોડના 49 જેટલા વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ : સ્ટેજ ઉપરથી કોઈ મોટી જાહેરાત થવાની લોકોને આશા હતી, પણ આવું ન થયુંમોરબી : મહાનગર પાલિકા બન્યા બાદ આજે પ્રથમ વખત મોરબી પધારેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રૂ.187.46 કરોડના 49 કામોના લોકાર્પણ અનેટ ખાતમુહૂર્ત કર્યા છે. તેઓએ જણાવ્યું કે મોરબી એટલે સિરામિક અને સિરામિક એટલે મોરબી. અહીં વિદેશથી પણ લોકો આવે છે. જેથી સ્વચ્છતા ઉપર વધુ ધ્યાન દેવું પડશે.મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપરના પાર્ટી પ્લોટમાં આજે મુખ્યમંત્રીએ સભા સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા મળ્યા બાદ મોરબીમાં તેઓનો પ્રથમ કાર્યક્રમ છે. મહાપાલિકા મળવા બદલ તમામ મોરબીવાસીઓને અભિનંદન. વિકાસકામો ગુણવત્તાવાળા થાય તેવા પૂરતા પ્રયાસ કરવામાં આવશે. જે કામ અમારા ધ્યાને મુકાઈ છે તે તમામ કામો મંજુર થઈ જ જાય છે. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સુચવેલ રૂ.30 કરોડના કામ ગઈકાલે મંજુર કરવામાં આવ્યા છે. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સૂચવેલ જીઆઇડીસીનું રૂ.90 કરોડનું કામ પણ આજે મંજુર થયું છે. તેઓએ ઉમેર્યું કે કામ ક્વોલિટી વાળા થવા જોઈએ કે ધારાસભ્યોને 5 વર્ષ બાદ એમ થવું જોઈએ કે હવે કયુ કામ મંજુર કરાવવા જવું. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે તેઓ દ્વારા ડેશબોર્ડમાં દરેક જિલ્લાની કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે. જેમાં મોરબી જિલ્લો પ્રથમક્રમે છે. મોરબી સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક કેન્દ્ર છે. મહાપાલિકા મળ્યા બાદ હવે તેને વધુ વેગ મળશે. હાલ રૂ.1461 કરોડના ખર્ચે સિરામિક પાર્કનું કામ ચાલી રહ્યું છે. મોરબીને મેડિકલ કોલેજ મળી છે. નવલખી બંદરે નવી જેટી મંજુર કરવામાં આવી છે. એલઇ કોલેજ અને રેલવે સ્ટેશનની કાયાપલટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંતમાં મુખ્યમંત્રીએ જણાવ્યુ કે મોરબીમાં વિદેશથી પણ લોકો આવતા હોય છે. એટલે સ્વચ્છતા માત્ર નેતાઓ આવે ત્યારે જ થાય તેવું ન ચલાવી લેવાય. રોજ સ્વચ્છતા થવી જોઈએ. તેમાં બધાએ સહકાર આપવો પડશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મહાનગરપાલિકા તથા રિંગ રોડને લઈને કોઈ મોટી જાહેરાત થાય તેવી આશા સેવાઈ રહી હતી. પરંતુ મુખ્યમંત્રી દ્વારા સ્ટેજ ઉપરથી કોઈ નવી જાહેરાત કરવામાં આવી નથી. ક્યાં ક્યાં કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા1. ટંકારા - મીતાણા વીરવાવ રોડ રીસરફેસિંગ Rs. 2.50 કરોડ -ખાતમૂહૂર્ત2. ટંકારા - સજનપર એપ્રોચ રોડ જોઈનીંગ લજાઈ જડેશ્વર રોડ રીસરફેસિંગ- Rs. 1.00 કરોડ- ખાતમૂહૂર્ત3. ટંકારા - નાની વાવડી જોઈનીંગ નવલખી રોડ રીસરફેસિંગ - Rs. 3.00 કરોડ -ખાતમૂહૂર્ત4. ટંકારા - એસ એચ થી ધ્રોલીયા રોડ રીસરફેસિંગ - Rs. 2.00 કરોડ -ખાતમૂહૂર્ત5. ટંકારા - એસ એચ થી ભૂતકોટડા રોડ રીસરફેસિંગ- Rs. 1.00 કરોડ -ખાતમૂહૂર્ત6. મોરબી એન એચ થી લખધીરપુર કાલિકાનગર નીચીમાંડલ રોડ વાઈડનીંગ - Rs. 35.00 કરોડ - ખાતમૂહૂર્ત7. મોરબી લીલાપરથી વીરપર રોડ નોન પ્લાન કાચાથી પાકા - Rs.20.00 કરોડ - ખાતમૂહૂર્ત8. માળિયા બોકસ કલવર્ટ ઓન રાયસંગપર મેઘપર દેરાળા મહેન્દ્રગઢ રોડ - Rs. 40 લાખ - ખાતમૂહૂર્ત9. હળવદ -રણમલપુર એંજાર રોડ રીસરફેસિંગ - Rs.1.00 કરોડ - ખાતમૂહૂર્ત10. હળવદ - માલણીયાદ અપ્રોચ રોડ રીસરફેસિંગ - Rs.1.35 કરોડ - ખાતમૂહૂર્ત11. હળવદ - મંગલપુર અપ્રોચ રોડ રીસરફેસિંગ - Rs.50 લાખ - ખાતમૂહૂર્ત12. વાંકાનેર - બોક્સ કલવર્ટ ઓન કેરાળા લુણસરિયા રોડ - Rs.1.50 કરોડ - ખાતમૂહૂર્ત13. મોરબી - બોક્સ કલવર્ટ ઓન શનાળા (ત.)થી ઘૂટું રોડ - Rs.50 લાખ - ખાતમૂહૂર્ત14. માળિયા - એન એચ થી હરીપર રોડ સીસી રોડ- Rs.40 લાખ - ખાતમૂહૂર્ત15. ટંકારા - એસ.એચ. થી સાવડી એપ્રોચ રોડ નોન પ્લાન કાચાથી પાકા - Rs.25 લાખ - લોકાર્પણ16. ટંકારા - કલ્યાણપર એપ્રોચ રોડ (ઓરપેટ કન્યા છાત્રાલય રોડ) સીસી રોડ - Rs.70 લાખ - લોકાર્પણ17. મોરબી - શકત શનાળા જોઈનીંગ મોરબી રવાપર ઘુનળા રોડ રીસરફેસિંગ - Rs.1.25 કરોડ- લોકાર્પણ18. મોરબી - મોરબી પાનેલી ગીડચરોડ રીસરફેસિંગ - Rs.1.25 કરોડ -લોકાર્પણ19. મોરબી - એન.એચ. થી મકનસર રેલ્વે સ્ટેશન સુધીનો રસ્તો (નોન પ્લાન) સીસી રોડ - Rs.50 લાખ - લોકાર્પણ20. મોરબી - મોરબી નાની વાવડી રોડ થી કબીર આશ્રમથી ભૂમિ ટાવરથી નેસ્ટ સ્કુલ સીસી રોડ - Rs.50 લાખ - લોકાર્પણ21. મોરબી - નીચી માંડલ (એસ.એચ. મોરબી-હળવદ) થી રાતાભેર રોડ ૭.૦૦ મી વાઈડનીંગ - Rs.2.50 કરોડ - લોકાર્પણ22. મોરબી - મોરબી ધરમપુર- સાદુળકા રોડ રીસરફેસિંગ- Rs.1.80 કરોડ - લોકાર્પણ23. મોરબી - રવાપર(નદી) થી સાદુળકા રોડ રીસરફેસિંગ - Rs.2.00 કરોડ - લોકાર્પણ24. મોરબી - બેલા શનાળા (ત) રોડ રીસરફેસિંગ - Rs.2.00 કરોડ - લોકાર્પણ25. મોરબી - ગુંગણ અપ્રોચ રોડ રીસરફેસિંગ - Rs.40 લાખ - લોકાર્પણ26. મોરબી - ભક્તિનગર અપ્રોચ રોડ રીસરફેસિંગ - Rs.80 લાખ - લોકાર્પણ27. માળિયા એસ.એચ થી તરઘડી રોડ રીસરફેસિંગ - Rs.1.10 કરોડ - લોકાર્પણ28. માળિયા - સી.એચ થી માણાબા રોડ રીસરફેસિંગ - Rs.55 લાખ -લોકાર્પણ29. માળિયા- માણાબાથી સુલતાનપુર ચીખલી રોડ રીસરફેસિંગ - Rs.1.30 કરોડ લોકાર્પણ30. માળિયા -એનએચ થી માળિયા અપ્રોચ રોડ રીસરફેસિંગ - Rs.25 લાખ- લોકાર્પણ31. વાંકાનેર - માટેલ જામસર વરડુસર રોડ રીસરફેસિંગ - Rs.2.50 કરોડ - લોકાર્પણ32. વાંકાનેર કોઠારીયા જડેશ્વર રોડ રીસરફેસિંગ - Rs.60 લાખ - લોકાર્પણ33. વાંકાનેર એન.એચ થી વઘાસીયા અપ્રોચ રોડ રીસરફેસિંગ - Rs.50 લાખ -લોકાર્પણ34. હળવદ - ઘનશ્યામપુર કોયબા ધવાણા રોડ રીસરફેસિંગ - Rs.1.50 કરોડ લોકાર્પણ35. હળવદ - પલાસણ ભલગામડા રોડ રીસરફેસિંગ - Rs.80 લાખ -લોકાર્પણ36. હળવદ - રણછોડગઢ અપ્રોચ રોડ રીસરફેસિંગ - Rs.60 લાખ - લોકાર્પણ37. હળવદ - જુના દેવળિયા નવા દેવળિયા રોડ સીસી રોડ- Rs.1.15 કરોડ લોકાર્પણ38. હળવદ - ચાડધ્રા રાયસંગપર રોડ રીસરફેસિંગ - Rs.75 લાખ -લોકાર્પણ39. હળવદ - રામેશ્વર અપ્રોચ રોડ રીસરફેસિંગ - Rs.30 લાખ - લોકાર્પણ40. હળવદ - ટીકર નવા ઘાટીલા રોડ રીસરફેસિંગ - Rs.1.00 કરોડ - લોકાર્પણ41. ટંકારા - નેસડા (ખા.) થી ઘુનડા (ખા.) રોડ રીસરફેસિંગ- Rs.1.25 કરોડ -લોકાર્પણ42. મોરબી - ભડિયાદ જોધપર નદી...