10 વિજેતાઓને રૂ.81,000ના રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યામોરબી : જિલ્લા યુવા વિકાસ અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મોરબી દ્વારા જિલ્લા કક્ષા યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંધારણના 75 વર્ષ , વિકસિત ભારત અને એક દેશ એક ચુનાવ જેવા વિષયો ઉપર 50 જેટલાં સ્પર્ધકો એ વક્તવ્ય આપ્યું હતું. જેમાં વિજેતા 10 વિદ્યાર્થીઓને કુલ 81,000 રૂપિયાના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લા કક્ષા યુથ પાર્લામેન્ટનું આયોજન તારીખ 26 માર્ચના રોજ સાર્થક વિદ્યામંદિર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય તેમજ 7 આશ્વાશન ઇનામો આપવામાં આવ્યા. જેમાં પ્રથમ સ્થાન ધામેચા દિશાને 21,000 રૂપિયા, દ્વિતીય સ્થાન રાહુલ ઝીંઝુવાડિયા 15,000 રૂપિયા,તૃતીય સ્થાન ચાવડા અંશ 10,000 તેમજ અન્ય સાત આશ્વાશન ઇનામોમાં વાઢેર અવની, વિસ્મય ત્રિવેદી, ઘોડાસરા નિકુંજ, સત્યરાજસિંહ જાડેજા, પૈજા શ્રુતિ, પારેખ નંદની,કડીવાર ફાતેમા એમ સાત લોકોને 5,000 રૂપિયા પુરસ્કાર તેમજ ભાગ લીધેલા તમામ લોકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ વિજેતાઓને જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસે શુભેચ્છાઓ પાઠવી હતી.