મોરબી : મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તા.૧૮થી ૨૪ સુધી ૨ હોસ્પિટલમાં ૧૭ હોસ્પિટલ સ્ટાફને, ૭ સ્કુલમાં ૪૬૭ વિદ્યાર્થી તથા સ્ટાફને, ૧ હોટલના ૨૦ સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. વધુમાં ફાયર પ્રિવેન્શનના ભાગ રૂપે હોસ્પિટલોનું ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી. આમ આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાનગરપાલિકામાં આવેલ હોસ્પિટલ/સ્કુલ માં ફાયર સેફટી વિષે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા ને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય. આવી કોઈ દુર્ઘટના થયે આપ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ-૦૨૮૨૨ ૨૩૦૦૫૦ અને ૧૦૧ પર સંપર્ક કરી શકો છો. તેમ ડેપ્યુટી કમિશનર મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.