મોરબી : મોરબી દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મ જયંતીનો ચુમાલીસમો સમારોહ આગામી તારીખ 30 માર્ચ ને રવિવારના રોજ યોજાશે.30 માર્ચ ને રવિવારના રોજ મોરબીના નહેરુ ગેઈટ ખાતે દરિયાલાલ મંદિરવાળી શેરીમાં આવેલા દરિયાલાલ મંદિર ખાતે દરિયાલાલ પ્રભુનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે. જેમાં સવારે 6 થી 7 કલાકે દરિયાલાલ પ્રભુની આરતી થશે, સવારે 7-30 થી 8 સુધી પૂજન થશે, 8-30 થી 9 વાગ્યા સુધી રામાયાણ પ્રવચન યોજાશે અને સવારે 9-30 થી 3 વાગ્યા સુધી વરૂણ યજ્ઞ તથા શ્રીફળ હોમવામાં આવશે. વરૂણ યજ્ઞના યજમાન પદે મોરબી નિવાસી પ્રકાશભાઈ બચુભાઈ પુજારાનો પરિવાર રહેશે. સમસ્ત લોહાણા જ્ઞાતિજનો માટે સાંજે 6 થી 8 વાગ્યા સુધી બહેનો અને 8 થી 10 સુધી ભાઈઓ માટે દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની ભોજનશાળા ખાતે સમૂહ ભોજનનું આયોજન કરાયું છે. તો આ પ્રસંગે પધારવા સમસ્ત લોહાણા સમાજના જ્ઞાતિજનોને આમંત્રણ પાઠવાયું છે.