રવાપર ચોકડીથી બન્ને પક્ષોના આગેવાનો પોસ્ટર સાથે રાખી ચાલીને નીકળવાના હતામોરબી : મોરબીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન કરે તે પૂર્વે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો કાર્યક્રમ રવાપર-ઘુનડા રોડ ઉપર આવેલ પાર્ટી પ્લોટમાં યોજાનાર છે. આ કાર્યક્રમને પગલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રમુખો સહિતના આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા હતા. બન્ને પક્ષના આગેવાનો રવાપર ચોકડીએ એકત્ર થઈ ત્યાંથી પોસ્ટર હાથમાં લઈ ચાલીને જઈ વિરોધ પ્રદર્શિત કરવાના હતા. જો કે આ વિરોધ પ્રદર્શન થાય તે પહેલા જ પોલીસ દ્વારા બન્ને પક્ષના આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી છે.