પોલીસે સીએનજી રીક્ષા સહિત 1.79 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યોહળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સુંદરગઢ નજીકથી શંકાસ્પદ રીતે પસાર થતી સીએનજી રીક્ષાને અટકાવી તલાશી લેતા રીક્ષામાં સવાર ત્રણ શખ્સોના કબ્જામાંથી વિદેશી દારૂની 53 બોટલ મળી આવતા ધ્રાંગધ્રાના રહેવાસી ત્રણેય શખ્સની ધરપકડ કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સુંદરગઢ ગામ નજીક બ્રાહ્મણી નદીના પુલ પાસેથી પસાર થતી જીજે - 13 - એવી - 6889 નંબરની સીએનજી રીક્ષા અટકાવી તલાશી લેતા આરોપી અફજલભાઇ રસીકભાઇભાઇ શેખ/સિપાઇ, જાવીદભાઇ અકબરભાઇ બેલીમ અને આરોપી બશીરભાઇ ગુલમહમદભાઇ હિંગળોજા, રહે.ધ્રાંગધ્રા વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની 53 બોટલ કિંમત રૂપિયા 29,786 મળી આવતા પોલીસે દોઢ લાખની રીક્ષા સહિત 1,79,786નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.