હળવદ : હળવદ તાલુકાના મેરુપર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને હળવદ પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનમાં થતી કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા. સાયબર ક્રાઈમ તથા ટ્રાફિક અને હથિયાર વિશે પણ વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.