મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 25 માર્ચ ને મંગળવારના રોજ ઘઉં, જીરું, ચણા, એરંડા, તુવેર તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે ઘઉં અને જીરુંની આવકમાં ઘટાડો થયો છે. માજ્ઞ 76 ક્વિન્ટલ ઘઉંની જ આવક થઈ છે. ઘઉંના ભાવ પ્રતિમણ 534 બોલાયા છે. જ્યારે 50 ક્વિન્ટલ જીરુંની આવક થઈ છે. જીરુના ભાવ પ્રતિ મણના 3942 રૂપિયા બોલાયા છે. જ્યારે કપાસ, મગફળી જેવા પાકની આવક થવા પામી નથી. મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તુવેરના 1330, ચણાના 1007 અને એરંડાના 1231 સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 600 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 140 રૂપિયા, કોબીજના 100 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 2200 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.