વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગાયત્રીમંદિર રોડ ઉપરથી આરોપી સંજય ધીરુભાઇ કુણપરા રહે.આરોગ્યનગર વાંકાનેર વાળાને બિયરના સાત ટીન કિંમત રૂપિયા 780 સાથે ઝડપી લીધો હતો.વધુમાં આરોપીએ બિયરના આ ટીન કુલદીપસિંહ ઉર્ફે ટીકો ધર્મેન્દ્રસિંહ ઝાલા રહે.આરોગ્યનગર વાળા પાસેથી મેળવ્યા હોવાની કબૂલાત આપતા પોલીસે આરોપી કુલદીપસિંહને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.