મોરબી : મોરબી શહેરમાં અવાર નવાર રાત્રિના સમયે વાહનો સાથે રખડતાં પશુઓ અથડાતા હોય છે અને અકસ્માત થતાં હોય છે. જેમાં વાહનચાલકો અને પશુઓ બન્નેને ઈજા પહોંચતી હોય છે. ત્યારે મોરબીના શક્તિ ચેમ્બરમાં આવેલા Pivot Bearing ના સ્ટાફ દ્વારા મોરબી-રાજકોટ હાઈવે પર અંદાજિત 200 રખડતાં ઢોરને ગળામાં રેડિયમ પટ્ટા બાંધી અબોલ પશુ તથા વાહનચાલકોની સુરક્ષામાં મદદરૂપ બન્યા છે.શનિવાર અને રવિવારના દિવસે સમગ્ર સ્ટાફે મળીને મોરબી બાયપાસ થી ગૌરીદળ રાજકોટ સુધી હાઈવે તથા આસપાસના રહેણાંક વિસ્તારોમાં રખડતા રઝળતાં ઢોરને રેડિયમ બેલ્ટ પહેરાવીને પ્રેરણાત્મક કાર્ય કર્યું હતું.