ઉપપ્રમુખ તરીકે અનિલભાઇ વડાવિયા તથા સુરેશભાઈ સરડવાની વરણીમોરબી : મોરબી સિરામિક એસોસિએશનના વિટ્રીફાઇડ ડિવિઝનમાં પ્રમુખ પદે મનોજભાઈ એરવાડિયા તેમજ ઉપપ્રમુખ પદે અનિલભાઇ વડાવિયા તથા સુરેશભાઈ સરડવા બીનહરીફ જાહેર થયા છે.દેશના સૌથી મોટા સિરામિક કલસ્ટર એવા મોરબીમાં સિરામિક ઉદ્યોગોના પ્રશ્નો રજૂ કરવા તેમજ તેના પ્રતિનિધિ રૂપે એસોસિએશનની રચના કરવામાં આવી છે. જેમાં બે વર્ષની મુદત માટે અલગ અલગ હોદેદારોની વરણી કરવામાં આવતી હોય છે. હાલમાં વોલ ટાઇલ્સ, વિટ્રિફાઇડ, ફ્લોર તેમજ સેનેટરી એમ મુખ્ય ચાર વિભાગોમાં પ્રમુખોની વરણી કરી તેઓને ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ સોંપવામાં આવતું હોય છે. જેમાં ફ્લોર ડિવિઝનમાં પ્રમુખ તરીકે સંદીપભાઈ કુંડારીયા અગાઉ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. આજ રોજ વિટ્રીફાઇડ ડિવિઝનના હોદ્દેદારો નિમવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં બ્લુ ઝોન સિરામિકના મનોજભાઇ એરવાડીયા પ્રમુખ પદે બિનહરીફ જાહેર થયા છે. આ સાથે અનિલભાઇ વડાવિયા તથા સુરેશભાઈ સરડવા ઉપપ્રમુખ પદે બિનહરીફ જાહેર થયા છે. વિટ્રીફાઇડ ડિવિઝનના નવનિયુક્ત પ્રમુખ મનોજભાઇ એરવાડીયાએ જણાવ્યું કે સિરામિક એસોસિએશન વધુમાં વધુ મજબૂત બને તેવા પ્રયાસો કરાશે. સભ્યોએ પ્રમુખ પદની જે જવાબદારી સોંપી છે તે જવાબદારી તેઓ નિષ્ઠાભેર બજવશે. ઉપરાંત ઉદ્યોગના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવાના શક્ય તેટલા પ્રયત્નો કરવામાં આવશે.મનોજભાઈ એરવાડિયા__________________________અનિલભાઈ વડાવીયા__________________________